Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

ચીનની માર્કેટમાં મસ્ક્યુલર બોડીવાળો એક શૂટ હાલમાં ખુબજ લોકપ્રિય થઇ રહ્યો છે.....

નવી દિલ્હી: સારી બોડી અને ફિટનેસ મેઈન્ટેન રાખવા માટે લોકો શું નથી કરતા. કેટલાક લોકો જિમમાં થાય છે, તો કેટલાક લોકો ડાઈટિંગ કરે છે. ફિટનેસ મેઈન્ટેન કરવા માટે જિમમાં પરસેવો પાડવો, ડાયટ પર ધ્યાન આપવું, યોગા, જુમ્બા જેવાં તમામ કામ કરવાં પડે છે, ત્યારે જઈને એક પર્ફેક્ટ બોડી બને છે, પરંતુ હવે આ બધું કર્યા વગર પર તમે એક પર્ફેક્ટ બોડી બનાવી શકો છો. હકીકતમાં ચીનના માર્કેટમાં એક મસ્ક્યુલર બોડીવાળો શૂટ ઘણો લોકપ્રિય થઈ રહ્યો છે. સિલિકોનથી બનેલો આ શૂટ પહેરીને શરીરને બોડીબિલ્ડર જેવો આકાર આપી શકાય છે. એની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. સિલિકોનથી બનેલા આ શૂટને પહેરીને તમે એકદમ બોડીબિલ્ડર જેવા દેખાશો. એને પહેરવાથી તમારા '6 પેક' સરળતાથી બની જશે. ડેઈલી મેલના એક રિપોર્ટ અનુસાર, એને મેડિકલ-ગ્રેડ સિલિકોનની જાડી પરતથી તૈયાર કરવામાં આવ્યો છે, જેથી શરીરને કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચે. એ સિવાય આ શૂટમાં હાથની નસો પણ દેખાય છે, ઊંચા કોલરબોન અને સિક્સ પેક એબ્સ પણ છે. સૌથી રસપ્રદ આ વાત એ છે કે એને પહેર્યા બાદ એ અંદાજ નથી લગાવી શકાતો કે એ અસલી શરીર છે કે કોઈ શૂટ છે. આ શૂટનો કલર મનુષ્યની ત્વચા જેવો છે. એની બનાવટ પણ એકદમ બોડીબિલ્ડર જેવી છે. દેખાવમાં એ એકદમ પર્ફેક્ટ ટોન બોડી જેવો દેખાય છે. આ શૂટની ઘણી ડિમાન્ડ છે અને એની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.

(6:10 pm IST)
  • ચોરનું હૃદય પરિવર્તન : મને ખબર નહોતી કે બોટલમાં વેક્સીન છે : માફી માંગુ છું : હરિયાણાની હોસ્પિટલમાંથી ચોરાયેલી 440 વેક્સિનની બોટલ ચોર પાછી મૂકી ગયો access_time 8:02 pm IST

  • જાણીતા તસવીરકાર શૈલેષ રાવલે વિદાય લીધી ઇન્ડિયા ટુડેમાં ૨૫ વર્ષથી ફોટોગ્રાફર તરીકેની ફરજ બજાવનાર શ્રી. શૈલેષ રાવલનું પત્રકારત્વ અને ફોટોગ્રાફી ક્ષેત્રમાં ઉત્તમ યોગદાન રહ્યું છે. તેઓએ આજે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. access_time 6:59 pm IST

  • આવી રીતે ઉદ્ધતાઇથી વાત કરશો તો બે થપ્પડ પડી જશે : કોરોના સંક્રમિત માતા માટે ઓક્સિજન સિલિન્ડરની માંગણી કરી રહેલા શખ્સને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલનો જવાબ : વિડિઓ વાઇરલ access_time 12:53 pm IST