Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

કોરોના વાયરસને ખતમ કરતી ટેબ્લેટ આવી રહી હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકાની બે કંપની મળીને ટેબ્લેટ સ્વરૂપે કોવિડ-19નો ખાતમો કરવાની કોશિશ કરી રહી છે. બંને કંપનીઓ છે- રિજબેક બાયોથેરાપ્યુટિક અને મર્ક.

આ બે કંપનીએ ટેબ્લેટ બનાવી છે અને એની ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલી રહી છે. રસપ્રદ એ છે કે આ ટેબ્લેટની હાલ તો ધારી અસર કોરોનાવાયરસ વિરુદ્ધ જોવા મળી રહી છે. ક્લિનિકલ ટ્રાયલ્સમાં આ ટેબ્લેટનાં પોઝિટિવ પરિણામો જોવા મળી રહ્યાં છે. ટૂંક સમયમાં ઈન્જેક્શનના બદલે મોંએથી ગળવાની આ ટેબ્લેટની હ્યુમન ટ્રાયલ્સ પણ શરૂ થશે. અમેરિકન એપિડેમિયોલોજિસ્ટ ડો. જિલ રોબર્ટ્સે ટેબ્લેટ સ્વરૂપે લેવાની આ દવા વિશે કહ્યું હતું કે જો પરિણામો તમામ સ્તરે પાર ઊતરશે તો નજીકના ભવિષ્યમાં કોરોનાવાયરસનો ખાતમો કરી શકાશે. જો કે આ દિશામાં હજુ ઘણું કામ બાકી છે. તેમણે દાવો કર્યો હતો કે આ ટેબ્લેટ કોરોનાવાયરસને નાથી શકશે તો એને કારણે હોસ્પિટલાઈઝેશન તથા મોતને ટાળી શકાશે અને વાયરસનો ફેલાવો પણ અટકાવી શકાશે. જોકે હજુ આ ટેબ્લેટ ક્યારે ઉપલબ્ધ થશે એ વિશે તેઓ નિશ્ચિત કંઈ કહી શક્યા નહોતા. ડો. જિલ રોબર્ટ્સના કહેવા પ્રમાણે, જે લોકો રસી માટે ઈન્જેક્શન લેવા માગતાં નથી અને જ્યાં રસી ઉપલબ્ધ થઈ શકતી નથી ત્યાં લોકોને આ ટેબ્લેટ મોલનુપિરાવિરથી રાહત મળી શકશે. બીજી સારી વાત એ છે કે આ ટેબ્લેટ વાયરસને શરીરમાં પોતાની પ્રતિકૃતિઓ એટલે કે રેપ્લિકેશન કરતાં અટકાવે છે.

(6:08 pm IST)
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તા. 6 મેં થી યોજાનાર તમામ પરીક્ષાઓ મોકૂફ રખાઈ : પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરાશે access_time 5:55 pm IST

  • રાજકોટ નજીક આવેલ ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામ નજીક આજે બપોરે કપાસના ગોડાઉનમાં મોટી આગ લાગતા ગોંડલના ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે પહોંચેને આગ પર કાબુ મેળવ્યો હતો (ભાવેશ ભોજાણી) access_time 6:06 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક આદેશ જાહેર કર્યો છે અને પોલીસતંત્રને કહ્યુ છે કે સ્કુટર ચાલકો અને મોટર ચાલકો પાસેથી માસ્ક પહેર્યુ ન હોય તે સિવાય બીજો કોઈપણ દંડ હાલના સંજોગોમાં વસૂલવો નહિં access_time 6:08 pm IST