Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

કેનેડાએ ભારત સહીત પાકિસ્તાનથી આવતી ફ્લાઇટ પર 30 દિવસ સુધી લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: ભારતમાં કોરોનાના લીધે ભયંકર સ્થિતિ છે.કોરોના સંક્રમણના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે.તેના લીધે કેનેડાએ ભારત અને પાકિસ્તાનથી આવતી ફલાઇટ પર પ્રતિબંધ મૂક્યો છે. કેનેડિયન વહિવટીતંત્રે ભારત અને પાકિસ્તાનથી આવતા પ્રવાસીઓ પર 30 દિવસ સુધી પ્રતિબંધ મૂક્યો છે. બન્ને દેશોમાંથી આવતાં લોકો કોરોના પોઝેટીવ મળ્યાં છે. કેનેડાના પરિવહન પ્રધાન અલખબ્રાએ માહિતી આપી હતી કે ભારત અને પાકિસ્તાનથી વિમાની યાત્રા કરનાર પ્રનાસીઓમાં કોરોના પોઝેટીવ મળ્યા છે. તેથી આગામી 30 દિવસ માટે ભારત અને પાકિસ્તાનથી આવતી તમામ વ્યાપારી અને ખાનગી ફલાઇટસ રદ કરવાનો નિર્ણય લીધો છે.તેમણે વધુ માહિતી આપતા કહ્યું હતું કે કાર્ગો એરક્રાફટ ચાલુ રહેશે.કેનેડાના આરોગ્ય પ્રધાન પટ્ટી હજુડીએ જણાવ્યું હતું કે બહારથી આવતાં 1.8 ટકા પ્રવાસીઓ કોરોના સંક્રમિત થયા છે.

(6:04 pm IST)