Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

૭૪ વર્ષના દાદાએ ૫૧,૬૯૫ વખત પબમાં જઇને લગભગ ૧ કરોડ રૂપિયા બિયરમાં ખર્ચી નાખ્યા છે

લંડન તા ૨૩  :  ઓલ માસ્ટર રોજ બિયર પીધા વિના ચાલે નહીં એવી તો ઘણા લોકોની ફિતરત હશે , પણ બ્રિટનમાં રહેતા બ્રુસ માસ્ટર નામના ભાઇએ તેમના શોખને જરા નવો ટ્વિસ્ટ આપ્યો છે.રોજ નવા પબમાં જવાની  તેમની આદતને કારણે અત્યાર સુધીમાં તેમણે ૫૧,૬૯૫ વખત પબ્સનીં મુલાકાત લીધી   છે. કોઇ વ્યકિત એક જીવનકાળમાં આટલી બધી જગ્યાએ કઇ રીતે ફરી શકે એવો સવાલ થતો હોય તો એ માટે બ્રુસભાઇએ હિસાબ પણ સ્પષ્ટ રાખ્યો છે. જસ્ટ ૧૫ વર્ષની  ઉંમરે પહેલીવાર બ્રુસ એક પબ્માં ગયેલો અને તેને ત્યાં જબરી મજા આવી હતી, ત્યારથી ઓલમોસ્ટ રોજ તે પબમાં ફરતો થઇ ગયો. બ્રુસનો દાવો છે કે છેલ્લા પાંચ દાયકામાં તેણે ૧,૨૦,૦૦૦ પાઉન્ડ્સ એટલે કે લગભગ એક કરોડ રૂપિયાથી વધુ માત્ર પબમાં જઇને ખર્ચી નાખ્યા  છે. હવે તો  તેમની દીકરી પણ સલાહ આપે છે કે પબમાં જઇને બિયર પીવા પર થોડો કન્ટ્રોલ રાખો, પણ ભાઇસાહેબ હજીયે વર્ષે સેંકડો પબ વિઝીટ્સ કરી લે છે. બ્રુસનું કહેવું   છે કે હું રોજ બિયર પીએ છે એટલેેજસ્તો આટલા યંગ છે. ૧૯૯૪ માં બ્રુસે ૨૭,૬૯૫ પબ-વિઝીટ્સ કરીન ે ગિનેસ વર્લ્ડ રેકોડર્સમાં નામ નોંધાવ્યું હતું. એ પછી પણ તેમણે પબ-વિઝીટમાં વધારો કર્યે જ રાખ્યો છે. તેઓ કોઇપણ  શહેરમાં જાય ત્યાં છ-સાત દિવસ રહેવાનું હોય તો પણ દસ-બાર પબવિઝીટ તો કરી જ નાખે છે. હવે તેમનો રેકોર્ડ એટલો જાયન્ટ બની ગયો છે કે એ તોડી  શકે એવું  નજીકના  ભવિષ્યમાં બને એવું લાગતું નથી

(4:00 pm IST)