Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ભલુથી પણ આ બ્યુટી પ્રોડકટસ કોઈ સાથે શેર ન કરતા

સામાન્ય રીતે મહિલાઓ પોતાની સુંદરતાને વધારવા માટે બ્યુટી પ્રોડકટસનો સહારો લે છે. પરંતુ, આ એક એવી વસ્તુ છે, જેને તમારે કોઈની સાથે શેર ન કરવી જોઈએ. એવુ કરવાથી તમને કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

. લિપ ગ્લોઝ અથવા લિપસ્ટિકને ભૂલથી પણ કોઈની સાથે શેર ન કરવી જોઈએ. તેનાથી તમને ઈન્ફેશન  થઈ શકે છે.

. મસ્કારા તમારા પાપણને સુંદર બનાવવાનું કામ કરે છે. પરંતુ, તેના ઉપયોગ દરમિયાન પાપણ પર રહેલ બેકટેરીયા મસ્કારા બ્રશમાં ચોટી જાય છે. તેને બીજા સાથે શેર કરવાથી આંખોમાં દર્દ, લાલશ અને કાર્નિયામાં સોજો વગેરે જેવી સમસ્યા થઈ શકે છે. તેથી મસ્કારા કોઈ સાથે શેર ના કરવો જોઈએ.

. મેકઅપ સ્પંચમાં નાના-નાના છિદ્ર હોય છે, જેના કારથણે તેમાં સરળતાથી યીસ્ટ અને બેકટેરીયા જમા થઈ જાય છે. જ્યારે તમે તેને બીજા સાથે શેર કરો છો તો તેના સ્કિનના બેકટેરીયા પણ સ્પંચમાં ચોટી જાય છે. જેનાથી તમને ફંગલ ઈન્ફેક્ષન, ખીલ અને ત્વચા સંબંધી બીમારીઓ થવાનો જોખમ રહે છે.

 

(9:59 am IST)