Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

લવિંગ વાળી ચા પીવાના ચમત્કારિક ફાયદાઓ

ચા આપણી લાઈફનો મુખ્ય ભાગ છે. આજના સમયમાં સ્ટ્રેસ ફ્રી રહેવા માટે ટી ને વધારે મહત્વ આપવામાં આવે છે. આનાથી માઈન્ડ રીફ્રેશ થઈ જાય છે. જોકે, તમે રોજ આદુંવાળી કે ગ્રીન ટી પીતા જ હશો. પણ કયારેફ લવિંગ યુકત ચા પીધેલી છે ? જો નહિં તો અહિ જણાવેલ ફાયદાઓ જાણીને તમે ચોક્કસ તેને પીશો.

 જ્યારે દાંતમાં અસહ્ય દુઃખાવો થાય ત્યારે લોકો લવિંગના તેલને દાંત પર રબ કરતા હોય છે, જેથી પેઈન ઓછુ થાય છે. આ સમયસ્યાથી રાહત મેળવવા માટે તમે લવિંગની ચા પી શકો છો. ઉપરાંત કફ અને ગળામાં દુઃખાવો પણ આ ઓછો કરે છે.

 આને બનાવવા માટે લવિંગને પાણીમાં થોડી મિનીટ સુધી ઉકાળો. પછી આમાં થોડી માત્રામાં ચા નાખવી. ત્યારબાદ ચા ને ગરણીથી ચાળીને પીવી. પ્રતિદિન લવિંગ વાળી ચા પીવાથી તમને સાઈનસની તકલીફથી રાહત મળશે. આમાં એન્ટીસેપ્ટિક તત્વ હોય છે જેના માધ્યમે ઈન્ફેકશન દુર થાય છે. આ તમારા વજનને ઘટાડે છે. ઉપરાંત પેટ સંબંધિત સમયસ્યાથી પણ છુટકારો મળી શકે છે.

 લવિંગ વાળી ચા પીવાથી સ્કીન ટોકસીન બહાર નીકળી જાય છે. આનાથી ત્વચામાં થતા ખીલ (એકને) ની સમસ્યા દુર થાય છે.

(9:58 am IST)