Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

વજનની ચિંતા કર્યા વિના ચોકલેટ ખાઓ

વધુ પડતી ખાંડ ખાવાથી સ્વાસ્થ્યને નુકશાન થાય છે એ વાતમાં કોઈ ખોટી નથી, પરંતુ જો તેનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તેના ઘણા ફાયદા છે, જે જાણવા જેવા છે.

હાલમાં થયેલા એક અભ્યાસમાં આ બાબત પ્રકાશમાં આવી છે. આ શોધ પ્રમાણે મીઠી વાનગીઓથી માત્ર વૃદ્ધત્વ મોડું આવે એટલું જ નહિં, પરંતુ શરીરમાં લોહિનું ભ્રમણ પણ વ્યવસ્થિત થાય છે. પરિણામે મન પ્રફુલ્લિત રહે છે.

સ્વાસ્થ્ય માટે ચોકલેટ ફાયદાકારક છે. દરેક લોકોના ઘરમાં ચોકલેટ જોવા મળતી હોય છે. આવા સમયે ફિગર સાચવવામાં ચોકલેટથી લોકો દૂર ભાવતા હોય છે, પરંતુ આ સરવે પ્રમાણે ચોકલેટ ખાવી ઘણી ફાયદાકારક બનશે. ચોકલેટમાં કોકો હોય છે, જેમાં ફલાવાનોલ નામનું એન્ટિઓકિસડન્ટ રહેલું હોય છે. આ તત્ત્વ લોહિના ભ્રમણને સુવ્યવસ્થિત બનાવે છે. ચોકલેટમાં જેટલી માત્રામાં કોકો હોય, એટલી એ સ્વાસ્થ્ય માટે સારી રહે છે.

વિજ્ઞાનીઓ અનુસાર આપણે જેટલી માત્રામાં ફલાવાનોલથી ભરપૂર કોકોનું સેવન કરીએ તેટલી આપણી માનસિક ક્ષમતામાં વુદ્ધિ થાય છે. ઉપરાંત ઉંમરમાં જેમ-જેમ વધારો થાય તેમ-તેમ ત્વચામાં કરચલી પડવા લાગે છે. કોકોથી ભરપૂર ચોકલેટમાં આ કરચલી સામે લડવાલાયક પ્રોટીન પણ વધુ માત્રામાં હોય છે.

(9:58 am IST)