Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

તમારૂ રસોડુ નાનુ છે? તો આવી રીતે કરો વસ્તુઓને મેનેજ...

આજકાલ ઘરમાં રસોડુ નાનુ બનાવવામાં આવે છે. જેના કારણે મહિલાઓને તેમાં સામાન રાખવા માટે અને રસોડાને વ્યવસ્થિત રાખવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો તમે આવી રીતે તમારી વસ્તુઓને મેનેજ કરી શકો છો.

સૌથી પહેલા તમે વસ્તુઓને વ્યવસ્થિત રીતે મેનેજ કરતા શીખો. રસોડામાં જેનો દરરોજ ઉપયોગ થતો હોય તેવા સામાનને 'શેલ્ફ'ની આગળ રાખો. કયારેક વપરાશમાં આવતી વસ્તુને બોકસમાં રાખો. તમે ઈચ્છો તો આ સામાનને કોઈ બીજી જગ્યાએ પણ રાખી શકો છો. જેનાથી તમારૂ નાનુ રસોડુ મોટુ લાગશે.

રસોડામાં રહેલ 'સિંક' તમને કામ આવી શકે છે. સિંકના સાઈડમાં બનેલ બોકસમાં તમે સામાન રાખી શકો છો. સામાન રાખ્યા બાદ બોકસના દરવાજાને બંધ કરી દો. તેની સાથે સિંકના નીચે પણ એક બોકસ બનાવી તેમાં ડસ્ટબીન રાખી શકો છો. રસોડામાં કેબિનેટ તમારો ઘણો સામાન સરળતાથી રાખી લે છે. જો નીચે બનાવેલ કેબિનેટમાં તમારો બધો સામાન નથી સમાતો તો તમે ઉપર પણ કેબિનેટ અથવા શેલ્ફ બનાવડાવી શકો છો. જેનાથી તમારા માટે વસ્તુઓને મેનેજ કરવી સરળ રહેશે.

 

(9:47 am IST)