Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થતા શાકભાજી મોંઘાદાટ

ઉનાળામાં વધારે વપરાતા લીબું નંગમાં લેવા પડે તેવા ભાવ

અમદાવાદ :પેટ્રોલ-ડિઝલ અસહ્ય ભાવ વધારો થયો છે, જેની અસર સામાન્ય વ્યક્તિઓને પણ પડી રહી છે.ત્યારે શાકભાજી મોંઘાદાટ બનતા ગૃહણીઓના બજેટ ખોરવાયા છે રોજબરોજના ભાવો કરતા 15 થી 20 ટકા ભાવમાં વધારો જોવા મળ્યો છે. અને લીંબુ કે જે ઉનાળામાં વધારે વપરાશમાં લેવામાં આવે છે, તેનો ભાવ આસમાને પહોંચી ચુક્યો છે હાલમાં 120 રૂપિયે કિલો લીંબુ મળી રહ્યા છે, કોઈ અઢીસો, પાંચસો ગ્રામ લેવાનું વિચારી શકે નહી, તેની જગ્યાએ નંગમાં લીંબુ લેવા પડે તેવી દશા થઈ રહી છે.

શાકભાજીના ભાવ : 
ગવાર - ૫૫ થી ૭૫ રૂપિયે કિલો, ટિંડોળા - ૬૦ થી ૮૦ રૂપિયે કિલો, પરવર - ૬૦ થી ૭૫ રૂપિયે કિલો, ટામેટા -૨૫ થી ૩૫ રૂપિયે કિલો, મરચા- ૪૦ થી ૫૦ રૂપિયે કિલો, લીંબુ -૯૫ થી ૧૧૦ રૂપિયે કિલો, કોબીઝ - ૨૦ થી ૩૦ રૂપિયે કિલો, ફુલાવર - ૨૫ થી ૩૫ રૂપિયે કિલો, ભીંડા - ૪૫ થી ૫૫ રૂપિયે કિલો, દૂધી -૧૫ થી ૨૦ રૂપિયે કિલો, ચોળી -૫૦ થી ૬૦ રૂપિયે કિલો, વટાણા -૫પ થી ૬૦ રૂપિયે કિલો, તુવેર - ૫૦ થી ૫૫ રૂપિયે કિલો

 

(1:08 am IST)
  • દિવસ અને રાત પેટ્રોલ- ડીઝલના ભાવમાં સતત ભડકો: છેલ્લા ૫૫ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવો દેશમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા access_time 9:58 pm IST

  • પાણી મુદ્દે સમગ્ર દેશમાં દેકારો : મહારાષ્ટ્રમાં લોકો રસ્તા પર ઉતર્યા : ઘણા સરકારી વાહનોમાં તોડફોડ પણ કરી : લોકોનો આરોપ છે કે ટેંકરો દ્વારા પાણી સપ્લાઇ થઇ રહ્યું છે, પરંતું 18 દિવસનાં અંતરે access_time 12:54 am IST

  • ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કમલનાથને મધ્યપ્રદેશના કોંગ્રેસના પ્રભારી બનાવાયા છે access_time 4:50 pm IST