Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

થાઈલેન્ડમાં હોસ્પિટલમાં નીન્જા રોબોટ્સ કરી રહ્યા છે મેડીકલમાં મદદ

નવી દિલ્હી: દુનિયાભરમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અલગ-અલગ દેશ પોતાના સ્તર પર તેની સામે લડવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને ટેક્નોલોજી પણ તેમાં મદદરૂપ સાબિત થઇ છે. થાઇલેન્ડમાં હોસ્પિટલમાં 'નિન્જા રૉબોટ્સ'ની મદદ મેડિકલ સર્વિસિઝ માટે લેવામાં આવી રહી છે. તેમની મદદથી ડૉક્ટર્સ અને મેડિકલ વર્કર્સની અછતની અસર સ્વાસ્થ્ય સેવાઓ પર નથી પડી રહી.

                    નિન્જા રૉબોટ્સ પહેલા સ્ટ્રોકનો શિકાર થયેલા દર્દીઓને મોનિટર કરવા માટે બનાવવામાં આવ્યાં હતા. એક રિપોર્ટ અનુસાર, હવે કોરોના વાયરસ ફેલાયા બાદ દર્દીઓમાં તાવ મૉનિટર કરવા માટે પ્રોગ્રામ કરવામાં આવ્યા છેરિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મશીનોનો ઉપયોગ બેન્કોક અને તેની આસપાસની હોસ્પિટલોમાં શરૂ થઇ ગયો છે. જ્યાં ડૉક્ટર અથવા અન્ય વ્યક્તિ દર્દીથી ઇન્ફેક્શનનો શિકાર બની શકે છે. સાથે રૉબોટ્સ આવા ખતરાથી સુરક્ષિત છે.

(6:06 pm IST)