Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં કોરોના સંક્રમિત સહયોગી સાથે સેલ્ફી લેવાના આરોપસર 6 જિલ્લા પ્રશાસન અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા

નવી દિલ્હી:પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં કોવીડ-19થી સંક્રમિત સહયોગી સાથે સેલ્ફી લેવાના આરોપસર 6જિલ્લા  પ્રશાસન અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.અધિકારીઓએ જણાવ્યું છે કે ખૈરપુરના ડેપ્યુટી કમિશ્નરે રવિવારના રોજ  એક સૂચના જાહેર કરી હતી જેમાં જિલ્લાના જુદા જુદા વિસ્તારમાંથી અધિકારીઓને સસ્પેન્ડઓ  કરવાની જાહેરાત કરી હતી જેમાં અધિકારીઓ એક વિદેશથી આવેલ કોરોનના દર્દી સાથે સેલ્ફી લઇ રહ્યા હોવાનો તેમના પર આરોપ છે.

                સોમવારના રોજ સિંધ પ્રાંતમાં 15 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેમાં દેશમાં કોરોના વાયરસની સૌથી વધારે ઘટના સામે આવી હતી વર્તમાનમાં પાકિસ્તાનમાં કુલ 799 કોરોના વાયરસની સંખ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:02 pm IST)