Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

દુબઈમાં 2 ભારતીઓએ પાકિસ્તાની સાથે મળીને 900 જ્યૂસના ડબ્બાની ચોરી કરી

નવી દિલ્હી: દુબઈની એક કમાપણીમાં કામ કરનાર બે ભારતીયોએ એક પાકિસ્તાની સાથે મળીને જ્યૂસના 900 ડબ્બાની ચોરી કરી છે.એક સરકારી સમાચાર એજન્સી દ્વારા  માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ચોરી કરનાર માસ્ટરમાઈન્ડ 33 વર્ષીય ભારતીય છે અને તેને એક પાકિસ્તાની અને એક ભારતીય સાથે મળીને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.

(6:00 pm IST)
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કર્ણાટકની દક્ષિણ બેંગાલુરૂની બેઠક ઉપરથી પણ ચૂંટણી લડશે તેવા સંકેતો ભાજપ હાઈ કમાંડે આપ્યાનું જાહેર થયું છે : ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ ડો. મુરલીધર રાવે કર્ણાટક ભાજપ નેતાઓને જરૂરી તૈયારીઓ માટે એલર્ટ કરી દીધાનું જાહેર થયું છે : નરેન્દ્રભાઈ તેમની પરંપરાગત વારાણસીની બેઠક ઉપરાંત હવે બીજી બેઠક દક્ષિણ ભારતમાંથી લડશે એવું સ્પષ્ટ થઈ રહ્યું છે : આ પહેલાની ચૂંટણી નરેન્દ્રભાઈ વારાણસી ઉપરાંત બરોડાથી લડયા હતા અને રેકર્ડબ્રેક માર્જિનથી ચૂંટાયા હતા : આઆ વખતે નરેન્દ્રભાઈ રાજકોટથી લડશે તેવી પણ ભારે ચર્ચા હતી access_time 12:58 am IST

  • ભાજપે લોકસભા ચૂંટણીના આંધ્રપ્રદેશ, આસામ, મહારાષ્ટ્ર અને ઓડીસાના 36 ઉમેદવારોની સુચી જાહેર કરી : ગિરીશ બાપટ પુણેથી અને સંબીત પાત્રા પુરીથી ચૂંટણી લડશે. access_time 1:36 am IST

  • પાકિસ્તાન ડે ઈવેન્ટનો બહિષ્કાર : ભારત સરકારે દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ કમીશન ખાતે યોજાનાર પાકિસ્તાન ડે ઈવેન્ટનો બહિષ્કાર જાહેર કર્યો છેઃ આ બેઠકમાં પાકિસ્તાને કાશ્મીરી અલગાવવાદીઓને નિમંત્રણ આપ્યું છેઃ આ સંમેલનમાં સામાન્ય રીતે ભારત દ્વારા પ્રધાન લેવલની હસ્તી ભાગ લેતી હોય છે, તે હવે નહિ જાય access_time 3:58 pm IST