Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ચીનમાં યાત્રીની બસ હાઇવે પર ધડાકાભરે સળગી ઉઠતા અફડાતફડી

નવી દિલ્હી: ચીનના હુનાન પ્રાંતમાં એક હાઇવે પર ટુર બસમાં આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી છે આ ઘટનામાં 25 લોકો મોતને ભેટ્યા છે તેમજ આ દુર્ઘટનામાં  28 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. ચીનની એક કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા આ વાતની માહિતી મળી રહી છે.ઈજાગ્રસ્ત લોકોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

(5:57 pm IST)