Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

કેન્સરની સારવાર પછી ૭૧ વર્ષના ભાઇએ ૩૮ મિનિટ સુધી જાળવી પ્લેન્ક પોઝિશન, બનાવ્યો રેકોર્ડ

અમેરિકાના મિનેસોટામાં રહેતા એન્ડી સ્ટેઇન્ફેલ્ડ નામના સિનિયર સિટિઝને પેટના સ્નાયુઓની કસોટી કરતો પ્લેન્ક પોઝ રેકોર્ડબ્રેક સમય સુધી હોન્ડ કરીને નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ પહેલાંનો પ્લેન્કનો રેકોર્ડ ૩૬ મિનિટ ૫૮ સેકન્ડનો હતો, જ્યારે એન્ડીએ ૩૮ મિનિટ સુધી પ્લેન્ક કરીને એને તોડ્યો હતો. આ રેકોર્ડ એટલા માટે પણ ખાસ હતો કેમ કે તેમને થોડાક સમય પહેલાં જ પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન થયેલું. એ માટેની રેડિયેશન થેરપી પુરી કરીને એન્ડીએ આ પરાક્રમ કર્યુ હતું. એન્ડીનું કહેવું હતુ કે આ વિક્રમ થકી હું એ સંદેશો આપવા માગું છું કે ૭૧ વર્ષની વય અને કેન્સર જેવા વિકરાળ રોગનો સામનો કર્યા પછી પણ જો પોઝિટિવ અભિગમ જાળવો તો કંઇ પણ થઇ શકે છે.

(3:45 pm IST)