Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

આ કબૂતર વેચાયું ૯.૭૦ કરોડ રૂપિયામાં

બીજીંગ તા.૨૩: આપણે ત્યાં ઘરમાં કબૂતર ન આવી ચડે એ માટે આપણે ઝીણી જાળીઓવાળી ગ્રિલ લગાવીએ છીએ, કેમ કે આપણને ખબર નથી કે કબૂતર પણ અણમોલ હોઇ શકે છે. વૃક્ષો, બગીચા અને બિલ્ડિગોના ખૂણેખાંચરે સેંકડોની સંખ્યામાં આપણે કબૂતરો જોયાં હશે, પણ ચીનમાં એક એવું કબૂતર છે જેની કિંમત લાખો નહીં પણ કરોડોમાં થઇ છે. ચીનનું આ એક કબૂતર તાજેતરમાં ૧.૪ મિલ્યન ડોલર એટલે કે લગભગ ૯.૭૦ કરોડ રૂપિયામાં વેચાયું. આ કબૂતરનું નામ છે અરમાન્ડો. બેલ્જિયમનું આ કબૂતર લાંબી રેસ માટે જાણીતું છે. અરમાન્ડો એકમાત્ર લોન્ગ-ડિસ્ટન્સ રેસિંગ પીજન  છે જે કબૂતરોની દુનિયાનો લુઇસ હેમિલ્ટન કહેવાય છે. આ જ કારણોસર જ્યારે આ કબૂતરનું ઓકશન થયું ત્યારે એ સૌથી મોંઘી કિંમતે વેચાયું અને દુનિયાનું સૌથી મોંઘુ પક્ષી બની ગયું છે. અરમાન્ડો હાલમાં પાંચ વર્ષનું છે અને રિટાયરમેન્ટની એકદમ નજીક છે. એમ છતાં ચીનના એક કબૂતરપ્રેમીએ એને કરોડોના મુલે ખરીદ્યું છે. આ ઓકશનમાં માત્ર અરમાન્ડો કબૂતર જ નહીં, બીજા ૧૭૮ કબૂતર પણ વેચાયાં હતાં. એમાં અરમાન્ડોના સાત બચ્ચાં પણ સામેલ હતા.

(11:43 am IST)