Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

કોલાનું કેન ગટગટાવી દીધા પછી ખબર પડી કે અંદર મરેલો ઉંદર હતો

પેરીસ તા.૨૩: ફ્રાન્સના વેરેની સુરસેઇન નામનાં ગામમાં ડેમિઅન નામના કમ્પ્યુટર સાયન્ટિસ્ટે પોતાના ઘરની નજીકના એક રેસ્ટોરામાં પીત્ઝા ખાધો અને કોકા કોલાનું એક કેન ઘરે લઇને આવ્યો. ડેમિઅનનું કહેવું છે કે તેને કેનનું વજન કંઇક એકસ્ટ્રા જ ભારે લાગતું હતું. પણ તેને થયું કે કદાચ કવોન્ટિટી વધારે ભરેલી હશે એટલે વજન વધુ હશે. જો કે તેણે કેનની ઢાંકણું ખોલીને કોક પી લીધી એ પછી પણ કેન વજનદાર જ હતું. એટલે તેણે અંદર જોયું તો ઉંદરના પગ દેખાયા. તરત જ તેણે કેનની તસ્વીરો લીધી અને સોશ્યલ મીડિયા પર અપલોડ કરી. ફ્રાન્સના કોકાકોલાની હેડ ઓફિસમાં ફોન કર્યો તો એક કલાક સુધી કસ્ટમર કેરવાળાએ તેને ફોન પર જ હોલ્ડ કરેલો રાખ્યો. કેનનંુ ઢાંકણું પણ સહેજ ખુલેલું હતું એટલે કેન ખોલ્યા પછી ઉંદર અંદર જાય એવું સંભવ નથી અને કંપનીવાળાનું કહેવું છે કે કેન ભરતી વખતે ઉંદર અંદર જાય એવી કોઇ સંભાવના નથી. કંપની તરફથી યોગ્ય રિસ્પોન્સ ન મળતાં ડેમિઅને પોલીસને ફોન કર્યો તો પોલીસે પણ કંઇ એકશન લેવાની ના પાડી દીધી. એ પછી તેણે હોસ્પિટલમાં જઇને પોતાના શરીરમાં કોઇ પોઇઝન નથી ગયું ને એની તપાસ કરાવી હતી.

(11:42 am IST)