Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

મોસ્ટ વોન્ટેડના પોસ્ટરમાં પોલીસે આરોપીના બાળપણની તસવીર લગાવી દીધી

બીજીંગ, તા. ર૩ : જયારે કોઇ વ્યકિત ગુનો કરીને ભાગી ગઇ હોય ત્યારે એને પકડવા માટે પોલીસ એડીચોટીનું જોર લગાવી દે છે. આરોપીને પકડવા માટે ઘણી વાર પોલીસ 'મોસ્ટ વોન્ટેડ' વ્યકિતઓનું લીસ્ટ તસવીર બહાર પડે છે. આવું જ કંઇક તાજેતરમાં ચીનમાં થયું. જેનશિઓન્ગ શહેરની પોલીસે લગભગ ૧૦૦ મોસ્ટ વોન્ટેડ લોકોનું લીસ્ટ બહાર પાડયું હતું. એમાંથી જી કિન્ગાઇ નામના એક આરોપીના નામની સામે એક બાળકની તસવીર છે. લગભગ પહેલા ધોરણમાં ભણતા બાળકે નીલા રંગનું ટી-શર્ટ પહેર્યું છે અને ચહેરા પર બાળસહજ નિર્દોષતા છે. સોશ્યલ મીડિયામાં લોકોએ આ વાતે ઉપાડો લીધો ત્યારે પોલીસે સ્પષ્ટતા કરતા બચાવમાં રહ્યું હતું કે આ પેલા આરોપીની બાળપણની તસવીર છે. આનાથી લેટેસ્ટ ફોટોગ્રાફ અવેલેબ નથી અને ગુનો કરતી વખતે જે ફુટેજમાં તેનો ચહેરો દેખાય છે એ બહુ બ્લર છે. હજીયે આરોપીના નાક, કાન, મોં અને ભ્રમર બચપણ જેવા જ છે એટલે કદાચ લોકોને તેની ઓળખ કરવામાં સરળતા રહેશે.

આટલા બચાવ પછી પણ પબ્લિકનો રોષ ઘટયો નહીં ત્યારે આખરે પોલીસ મોસ્ટ વોન્ટેડના પોસ્ટરમાંથી બાળકનો ફોટો કાઢી નાખ્યો અને આવી ભૂલ છાપવા બદલ માફી માગી હતી.

(11:42 am IST)