Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

બાથરૂમની ટાઈલ્સને આ રીતે બનાવો ચમકદાર

આખા ઘરમાં બાથરૂમ એક એવો ભાગ છે જેની સફાઈ કરવી અત્યંત જરૂરી છે. જો તે સાફ ન હોય તો આપણને તેમાં ન્હાવા જવું પણ ન ગમે. ટાઈલ્સ પર જલ્દી થી ગંદકી જામી જાય છે. જેના કારણે બાથરૂમની ટાઈલ્સ ખરાબ થઈ જાય છે.

. બાથરૂમની બરાબર સાફ-સફાઈ કરવા માટે સ્પ્રેની ખાલી બોટલમાં સિરકા (વિનેગર) ભરો. પછી આમાં બેકિંગ સોડા અને પાણી નાખીને ટાઈલ્સ પર સ્પ્રે છાંટો. હવે એક નકામા ટુથ બ્રશની મદદથી આને ઘસો.

. આ સ્પ્રેમાં વિનેગર અને બેકિંગ પાવડર નાખ્યો હોવાથી થોડા ફીણ વળશે. ત્યારબાદ આને ઘસીને ૧૫ મિનિટ સુધી એમ જ છોડી દો. એટલેકે આને પાણીથી ધોવું નહિં.

. ૧૫ મિનિટ બાદ ફરીથી આ સ્પ્રે છાટીને ઘસવું અને બાદમાં ગરમ પાણીથી ધોઈ લેવું. તમે કોટનના રૂમાલથી પણ છેલ્લે સાફ કરી શકો છો, જેથી બાથરૂમ ભીનું ન રહે.

. બાથરૂમ સાફ કરતા સમયે સાબુનો ઉપયોગ કરવો. આના માટે ટાઈલ્સ પર થોડું પાણી નાખી અને સાબુ લગાવવો.

. લીંબુનો રસ પણ ટાઈલ્સને ચમકદાર બનાવી શકે છે.

. ટાઈલ્સને ચમકદાર બનાવવા માટે થોડા ડિટર્જન્ટ પાવડરમાં લીંબુનો રસ અને ફિનાઈલ મેળવીને સાફ કરવું.

(10:42 am IST)