Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ભ્રસ્ટાચારના આરોપમાં દક્ષિણ કોરિયાના પૂર્વ રાષ્ટ્પતિ લી મ્યુંગ બકની ધરપકડ

નવી દિલ્હી: દક્ષિણ કોરિયામાં ભ્રસ્ટાચારના આરોપમાં આજે પૂર્વ રાષ્ટ્રપતિ લી મ્યુંગ બકની ધરપકડ કરવામાં આવી છે.ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા મળેલ માહિતી અનુસાર થ્રિ બકની ધરપકડ બાદ તેમને તાત્કાલિકમાં ફેસબુક પર એક પોસ્ટ કરીને જણાવ્યું કે 'હું મારી ભૂલનો સ્વીકાર કરું છું અને મને તેનો પસ્તાવો છે.'રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સિયોલ સેંટ્રલ ડિસ્ટ્રિક્ટના અભિયોજક કાર્યાલયે લાંચ રિશ્વત અને ચોરી જેવા વગેરે મુદ્દાને લઈને તેમની વિરુદ્ધ ધરપકડનું વોરંટ જાહેર કર્યું છે.

(7:30 pm IST)
  • અમેરિકામાં ટોબી નામના આ વાવાઝોડાંના કારણે બરફવર્ષાની સાથે ઇસ્ટ કોસ્ટમાં ભારે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાંની અસરના કારણે મોટાંભાગની એરલાઇન્સે તેમની ફ્લાઇટ્સ કેન્સલ કરી હતી. ફોર્થ નોર'ઇસ્ટરના કારણે અમેરિકામાં 7.5 કરોડ લોકો હાઇ એલર્ટ પર છે. ત્યારે હવામાન ખાતાએ આજે ગુરૂવાર સાંજ સુધી વાવાઝોડાંની અસર રહેશે તેવી આગાહી કરી છે. access_time 1:44 am IST

  • અમેરિકાના જગપ્રસિદ્ધ કોલોરાડોના ડાયનાસોરના થીમ પાર્કમાં ભિષણ આગ ફાટીનીકળી છે. access_time 6:02 pm IST

  • રાજ્યસભા ચૂંટણી પરિણામો રાત્રે 8 કલાકે : તેલંગણા રાજ્યસભાની ત્રણે સીટ ઉપર સત્તાધારી ટીઆરએસ પાર્ટી વિજેતા: વેસ્ટ બેંગાલમાંથી તૃણમૂલ કોંગ્રેસના ચારે ઉમેદવારોનો વિજય: જયારે કોંગ્રેસના અભિષેક મનુ સંઘવી વિજેતા access_time 8:31 pm IST