Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે વધશે તનાવ

નવી દિલ્હી: ઉત્તર કોરિયા અને અમેરિકાની વચ્ચે વાર્તાનો સમય જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ વાર્તા અને તેની અનુમાનિત નિર્ણયોને લઈને નવી નવી વાતો સામે આવી રહી છે.વાર્તાની પહેલાજ શિકાગો યુનિવર્સીટીના પ્રોફેસર જોન મિયરશેમરે આ વાર્તાને લઈને  પોતાની આશંકા વ્યક્ત કરી છે તેમને જણવ્યું છે કે ચીન અમેરિકાની આશા ક્યારેય પૂર્ણ નહીં થવા દે તેના મત મુજબ ચીનના કારણે કોરિયાઈ દેશોમાં યુદ્ધ થવાની આશંકા જણાઈ રહી છે.

(7:28 pm IST)
  • આખરે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પએ 'નાખુશ' હોવા છતાં, કોંગ્રેસ દ્વારા પાસ કરાયેલ 1.3 ટ્રિલિયનના સરકારી ખર્ચનાં બીલ પર હસ્તક્ષર કરી પાસ કર્યું : ફરી એકવાર અમેરિકી 'શટડાઉન' નું સંકટ ટળ્યું : આ પહેલ વ્હાઈટ હાઉસના સુત્રોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ બીલ પર તેમના હસ્તાક્ષર કરશે, પણ પછી તરતજ ફેરવી તોડ્યું હતું અને ફરી જણાવ્યું હતું કે ટ્રમ્પ આ બીલ પર 'વીટો' વાપરશે : આ પાસ કરાયેલા કાયદામાં સમાવિષ્ટ ઇમિગ્રેશન દરખાસ્તો વિશે ટ્રમ્પને ખુબજ નારાજગી છે : તેમણે આ બીલ પાસ કરતા કોંગ્રેસને ટકોર પણ કરી હતી કે તેઓ ભવિષ્યમાં ફરી પાછા આવા કોઈ પણ 'વાહિયાત' બીલ ને પાસ કરવાની સંમતી નહી આપે. access_time 2:28 am IST

  • આજે ફરી અમેરિકી શેરબજાર ઇન્ડેક્ષ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ 425 પોઇન્ટ્સ ડુક્યો : અમેરિકી શેરબજારનું છેલ્લા બે વર્ષનું આ સૌથી ખરાબ સપ્તાહ રહ્યું : શેરબજાર સાપ્તાહિક 1,400 પોઇન્ટ્સ સુધી તૂટ્યું access_time 2:28 am IST

  • રાષ્ટ્રપતી ટ્રમ્પએ લાદેલી વિવિધ ઈમ્પોર્ટ ડ્યુટી બાદ, અમેરિકા - ચાઈના વચ્ચે ટ્રેડ-વોર ફાટી નીકળવાના ભઈથી અમેરિકી શેરબજાર ડાઉ જોન્સ ૭૨૪ પોઈન્ટ તૂટીને આજે ઉંધેમાથે પછડાયું : S&P 500 અને નાસ્ડેક પણ 2% તૂટ્યા : રોકાણકારોના કરોડો ડોલર ડૂબ્યા access_time 1:42 am IST