Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

દુનિયાનું સૌથી મોટુ ટેલીસ્કોપ આવતા વર્ષે લોન્ચ થશે

અમેરીકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા દુનિયાનું સૌથી મોટુ ટેલીસ્કોપ બનાવવામાં આવી રહ્યુ છે. તેને જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોપ નામ આપવામાં આવ્યુ છે. તે હબ્બલ ટેલીસ્કોપની જગ્યા લેશે. વેબના નામે ઓળખાતા આ ટેલીસ્કોપ ઉપર સોનાનુ પાણી ચઢાવેલ ૧૮ અરીસા ફીટ કરવામાં આવ્યા છે. આ ટેલીસ્કોપને ટેકસાસના હ્યુસ્ટન સ્થિત જોન્સન સ્પેસ સેન્ટરમાં બનાવવામાં આવી રહ્યુ છે. આનુ ૧૦૦ દિવસ સુધી કાયોજેનીક પરીક્ષણ પણ કરવામાં આવ્યુ છે. આવતા વર્ષે ૨૦૧૯માં આ ટેલીસ્કોપને લોન્ચ કરવામાં આવશે.

ગરમ - ઠંડુ વાતાવરણ સહન કરવા સક્ષમ

વૈજ્ઞાનિકો હાલ આ ટેલીસ્કોપ વેબને એકદમ ગરમ કે એકદમ ઠંડા વાતાવરણને સહન કરવા સક્ષમ બનાવવા માટે કામ કરી રહ્યા છે. આ ફોટો નાસાના ફોટોગ્રાફર ગુને લીધી છે, અહીંયા તેમણે લગભગ ૧૦ વર્ષનો સમય પસાર કર્યો છે. આ ટેલીસ્કોપને પૃથ્વીથી ૧૦ લાખ માઈલ દૂર સૂર્યની કક્ષામાં સ્થાપિત કરાશે.

૧૮ અરીસા લગાડાયા છે

વેબ નામે ઓળખાતા આ ટેલીસ્કોપમાં ૧૮ અરીસા લગાડવામાં આવ્યા છે

(1:01 pm IST)