Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

કેળાના છોડનો અર્ક આઇસ્ક્રીમને ઝડપથી પીગળતો અટકાવશે

કોલંબીયા તા.ર૩ : આઇસ્ક્રીમ બાઉલમાં કાઢતાની સાથે બહુ ઝડપથી પીગળી જાય એ તમને નથી ગમતુ ? તો એ માટે સાયન્ટિસ્ટોએ નવો અખતરો  શોધી કાઢયો છે. પીગળવાની પ્રક્રિયા ખુબ ધીમી પડી જાય એ માટે અભ્યાસકર્તાઓએ કેળાના છોડમાંથી બારીક રેસાઓનો ઉપયોગ કર્યો છે. કોલંબીયાનાં નિષ્ણાંતોએ કેળાના છોડના કચરામાંથી સેલ્યુલોઝના બનેલા નેનોફાઇબર અલગ તારવ્યા છે, જે ભેળવવાથી આઇસ્ક્રીમ અનેક રીતે સારો બને છે. ફાઇબર્સને કારણે આઇસ્ક્રીમ થોડોક ઘટ્ટ બને છે, ફાઇબર્સને કારણે એ સુપાચ્ય બને છે અને એને પીગળવામાંથોડીક વાર લાગે છે. મતલબ કે સામાન્ય આઇસ્ક્રીમનો એક સ્કૂપ જે ઝડપે પીગળતો હોય એના કરતાં ત્રણથી ચારગણો વધુ સમય એને પીગળવામાં લાગે છે. કેનેડાના ન્યુ ઓર્લન્સમાં મળેલી અમેરિકન કેમિકલ સોસાયટીની વાર્ષિક બેઠકમાં અભ્યાસ રજુ થયો છે. કેળાના પ્લાન્ટમાંથી કાઢેલા સેલ્યુલોઝ નેનોફાઇબર્સ માણસના વાળ કરતાં હજારગણા સૂક્ષ્મ હોય છે. કેળાના થડમાંથી એ કાઢવામાં આવે છે. મોટા ભાગે થડને નકામુ સમજીને ફેંકી જ દેવાય છે. પરંતુ આ નવી ટેકનોલોજીથી એનો સારો ઉપયોગ થઇ શકશે. આ ઘટક ઉમેરવાથી આઇસ્ક્રીમ લો-ફેટ રહેવા છતાં એની ઘટ્ટતા અને ક્રીમીનેસ વધી શકે છે.

(11:57 am IST)