Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ભુગર્ભમાં ૧૭ માળ ઉંડી ચીનની હોટેલ

બીજીંગ તા.ર૩ : અત્યાર સુધી આપણેસૌથી ઉંચી હોટેલોનાં બિલ્ડિંગો કયાં અને કેવા છે એ વિશે અનેકવાર સાંભળ્યું છે. જો કે ચીનના સોન્જિઆન્ગ જિલ્લામાં આવેલી ઇન્ટરકોન્ટિનેન્ટલ શિમાઓ કવેરી હોટેલ જમીનની અંદર છે. મતલબ કે આ હોટેલનો ટોપ ફલોર એટલે કે અગાસી સામાન્યજમીનને સમાંતર બગીચા જેવી હરિયાળી છે. બાકીની આખી હોટેલનું કન્સ્ટ્રકશન જમીનની અંદર ખીણ જેવા પ્રદેશમાં થયેલું છે. ૧૭ માળનું અન્ડરગ્રાઉન્ડ છે અને સૌથી નીચેના બે માળ તો અન્ડર વોટર છે. કુલ ૧૦૦ મીટર ઉંડે જમીનમાં બંધાઇ રહેલી આ હોટેલની ડિઝાઇન બ્રિટીશ એન્જિનિયરીંગ કંપનીએ તૈયાર કરી છે. નવેમ્બર-ર૦૧૩માં એનું બાંધકામ શરૂ થયુ હતુ અને હવે ઓલમોસ્ટ એનું કામ પુર્ણ થવાના આરે છે. આ હોટેલમાં ૩૮૩ રૂમો છે.

જમીન કોતરીને વિશાળ ખીણ બનાવીને તૈયાર થયેલી આ હોટેલના તળિયે સ્વીમીંગ પુલ અને સામે ખળખળ વહેલો વોટરફોલ પણ છે. તળિયે જાયન્ટ સ્વીમીંગ પુલ છે જેમાં વિવિધ પ્રકારની વોટર એકિટવિઝટીઝ થઇ શકે એમ છે. અન્ડરગ્રાઉન્ડ એકવેરિયમની વચ્ચે રહી શકાય એવા ગેસ્ટ-રૂમ્સ પણ છે. લગભગ ૧૦૦ મીટર ઉંડી આ હોટેલનું બાંધકામ અને તમામ વ્યવસ્થાઓ ઇકો-ફ્રેન્ડલી રીતે કરવામાં આવ્યાં છે.

(11:56 am IST)