Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

એન્ગ્ઝાયટી અને ડિપ્રેશનને કારણે સ્માટર્ફફોનનું વળગણ વધે છે

લંડન તા.ર૩ : જેમ વધુ પડતા સ્માર્ટફોનના ઉપયોગને કારણે માનસિક અસ્વસ્થતાનાં લક્ષણો દેખા દે છે એ વાત જેટલી સાચી છે એટલું જ સાચુ એનાથી અવળુ પણ છે. મતલબ કે જે લોકો ઇમોશનલી સ્થિર નથી, ખુબ વ્યગ્રતા અને ઉચાટ અનુભવે છે.અત્યંત હતાશ ફીલ કરે છે તેઓ સ્માર્ટફોનના વળગણમાં સપડાય એવી સંભાવના વધુ હોય છે. બ્રિટનના યુનિવર્સિટી ઓફ ડર્બીના નિષ્ણાંતોનું કહેવું છે કે, સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ કરવા પાછળના કારણો આપણે પહેલાં માનતા હતા એના કરતા વધુ સંકુલ હોય છે. વ્યકિત ભાવનાત્મક રીતે અસ્થિર હોય, સંતુષ્ટ અને શાંત ન રહી શકતી હોય ત્યારે તે સંતોષ મેળવવા સ્માર્ટફોનનો સહારો લઇ લે એવી સંભાવના પણ વધુ હોય છે. અભ્યાસકર્તાઓએ નોંધ્યુ હતુ કે જયારે લોકોમાં એન્ગ્ઝાયટીનું પ્રમાણ વધે છે તેમ તેમ તેમનો સ્માર્ટફોનનો ઉપયોગ પણ વધે છે. જિંદગીમાં સ્ટ્રેસ, એન્ગ્ઝાયટી, ડિપ્રેશન, પારિવારીક સમસ્યાઓને કારણે ભાવનાત્મક અસંતુલન ફીલ કરતા લોકો અભાનપણે સ્માર્ટફોનનનું વ્યસન કહી શકાય એ હદે એમાં ખુંપી જતા હોય છે.

(11:56 am IST)