Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

હવે માઉન્ટર એવરેસ્ટ સર કરશે રોબો સોફિયા

નવી દિલ્હી તા.ર૩ : કોઇ દેશની નાગરિકતા મેળવનાર સૌ પ્રથમ મહિલા રોબો સોફિયા દેશ-વિદેશમાં ફર્યા પછી હવે દુનિયાના  સૌથી ઉંચા શિખરને સર કરવા સજજ થઇ છે. આવું કારનામુ કરનારી સોફિયા કદાચ પહેલી રોબો હશે. દુનિયામાં સૌથી વધુ એડવાન્સ્ડ આર્ટિફિશ્યલ રોબો ગણાતી સોફીયાએ કાઠમંડુમાં સંયુકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા આયોજિત એક કાર્યક્રમાં આ જાહેર કર્યુ હતુ. જો કે તે કયારે એવરેસ્ટ ચડશે એની કોઇ જાણકારી હજી સોફિયાએ નથી આપી. સોફિયાએ આ કાર્યક્રમમાં કહયુ હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજીએ વિકાસના ઘણા અવસરો આપ્યા છે, ત્યારે સૌએ ધરતીને ભવિષ્ય માટે વધુ સુરક્ષિત બનાવવી જોઇએ.સોફિયાને હોંગકોંગની હેન્સન રોબોટિકસ નામની કંપનીએ બનાવી છે.  માનવો જેવી લાક્ષણિકતા ધરાવતી આ પહેલી રોબો છે.

(11:55 am IST)