Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર રોકેટ છોડવામાં આવ્યા:અઠવાડિયાની અંદર થયો ત્રીજો હુમલો

નવી દિલ્હી: ઇરાકની રાજધાની બગદાદમાં સોમવારે અમેરિકી દૂતાવાસ પર ત્રણ રોકેટ છોડવામાં આવ્યા છે. મળતી માહિતિ પ્રમાણે આ ત્રણ રોકેટમાંથી એક રોકેટ ગ્રીન ઝોનની અંદર પડ્યું છે. તો બીજુ રોકેટ આસપાસના રહેણાંક વિસ્તારમાં પડ્યું છે. એક અઠવાડિયાની અંદર આ પ્રકારનો આ ત્રીજો હૂમલો છે.

તો આ તરફ ઇરાકી સેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે રોકેટ હૂમલામાં કિનો જીવ ગયો નથી. ગ્રીન જોનમાં અનેક વિદેશી દૂતાવાસ અને સરકારી ઇમારતો આવેલી છે. આ વિસ્તાર એવા રોકેટના નિશાના પર હોય છે જે ઇરાન સર્થિત હોય છે. આ વાત અમેરિકા અને ઇરાકના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી છે. ઇરાકી સુરક્ષા એજન્સી દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા બે રોકેટ ગ્રીન ઝોનમાં પડ્યા છે. જ્યાં અમેરિકા અને અન્ય દેશોના દૂતાવાસ છે. જેમાંથી એક રોકેટે અમેરિકી નડિપ્લોમેટિક મિશનને નિશાન બનાવ્યું અને બીજુ રોકટ રહેણાંક વિસ્તારમાં પડ્યું. ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પહેલા અરબિલ એરપોર્ટ પર મિલિટ્રી કેમ્પલેક્ષમાં એક ડઝન જેટલા રોકેટ છોડવામાં આવ્યા હતા. આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા.

(5:34 pm IST)