Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

ઓસ્ટ્રેલિયાના જેમ્સ અને કેરી વેસ્ટને એકજ વૃક્ષ પર 8 પ્રકારના ફળ ઉપજાવી ચમત્કાર કર્યો હતો

નવી દિલ્હી: 1990ના દાયકાની શરૂઆતમાં આ વિચાર ઓસ્ટ્રેલિયાના જેમ્સ અને કેરી વેસ્ટને આઈડિયા આવ્યો હતો. સૌપ્રથમ આ ફ્રૂટ સલાડ ટ્રીને સફળતાપૂર્વક ઉગાડવામાં આવ્યું હતું. આ વૃક્ષ ઓસ્ટ્રેલિયા પછી સમગ્ર વિશ્વમાં પહોંચાડવામાં આવ્યા. ફ્રૂટ સલાડ ટ્રીને ખુલ્લા મેદાનમાં અથવા તો કુંડામાં ઉગાડવામાં આવે છે.

        ફ્રૂટ સલાડ ટ્રીના મુખ્ય ચાર પ્રકાર હોય છે. જેનુ નામ સ્ટોન ફ્રૂટ, સિટ્રસ ફ્રૂટ, મલ્ટિ એપલ અને મલ્ટી નાશી છે. સ્ટોન ફ્રૂટ ટ્રીમાં બોર, ,જરદાળુ, આલૂ ઉગાડવામાં આવે છે. ગરમ વાતાવરણમાં તેનું સારું ઉત્પાદન થાય છે. સીટ્રસ ફ્રૂટ સલાડ ટ્રી પર લીંબુ, નારંગી, ગ્રેપફ્રૂટ, ટૈંગલો, પોમેલો, મેન્ડરિન વગેરે ઉગાડવામાં આવે છે. મલ્ટી એપલ ટ્રીમાં પીળા અને લાલ સફરજન જેવા વિવિધ પ્રકારના સફરજન ઉગાડવામાં આવે છે. મલ્ટી નાશી ટ્રીમાં ઘણા પ્રકારનાં નાશપતીની ઉપજ હોઈ શકે છે.

(5:33 pm IST)