Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

હવે આંખની તસ્વીરથી હૃદયની બીમારીની તપાસ થઇ શકશે

નવી દિલ્હી: કોઈ પણ બીમારીની તપાસ કરવા માટે આપણે ઘણા બધા ટેસ્ટ કરાવવા પડતા હોય છે તેમ છતાં ઘણીવાર કોઈ માહિતી એકઠી નથી થતી પરંતુ હવે આંખની ઓળખથી બીમારીની શોધ થઇ શકે છે. સુવિધાએ માત્ર માનવીનેજ સુવિધા નથી આપી પરંતુ ડોકટરોનું કામ પણ સહેલું થઇ જશે.ટૂંક સમયમાં સુવિધા માણસો માટે ઉપલબ્ધ થઇ શકશે કારણ કે આને ગુગલના વૈજ્ઞાનિકોએ વિકસિત કરી લીધું છે.ગુગલના શોધકર્તાઓએ એક એવી આર્ટિફિશિયલ ઇંટેલિજંસી પ્રણાલીને વિકસિત કરી છે જે માત્ર માણસોની આંખની રેટિનની તસ્વીર જોઈને હ્દયની બીમારીની તપાસ કરી શકશે.

(6:36 pm IST)