Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ડાયાબિટીઝ હોય તો સ્ત્રીઓ માટે કસરત કરવાનું વધુ મુશ્કેલ

નવી દિલ્હી તા. ર૩: કસરત કરવાથી ટાઇપ-ટૂ પ્રકારનો ડાયાબિટીઝ કન્ટ્રોલમાં રહે છે, પરંતુ આ સમસ્યા ધરાવતી મહિલાઓ માટે નિયમિત કસરત કરવાનું અન્ય લોકો કરતાં વધુ કઠિન હોય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કોલોરાડોના રિસર્ચરોનું કહેવું છે કે ડાયાબિટીઝ ધરાવતી મહિલાઓમાં ફિજિકલ એકિટવિટી રોજની એક કલાક કરતાંય ઓછી હોય એવી શકયતા વધારે હોય છે. એનું કારણ તેઓ જાતે ઓછું કામ કરવાનું પસંદ કરે છે એ તો હશે જ, પરંતુ તેઓ વધુ કસરત નથી કરી શકતી એ પણ હકીકત છે. એમ થવાનું કારણ શું? કોલોરાડોના નિષ્ણાતોએ આ માટે પ૦ થી ૭પ વર્ષની પ૪ મહિલાઓ પર પ્રયોગ કર્યો હતો. આ મહિલાઓ કેમ વધુ કસરત નથી કરી શકતી એનું કારણ સમજવા માટે તેમને ચાલવાનો ટાસ્ક આપ્યો અને એ પછી તેમના શરીરમાં આવતા બદલાવોનાં વિવિધ પરિમાણો પણ નોટ કર્યા. આ પરિમાણોનું વિશ્લેષણ કરીને સંશોધકો એવા તારણ પર પહોંચ્યા છે. કે ટલાઇપ-ટૂ પ્રકારનો ડાયાબિટીઝ ધરાવતી મહિલાઓ થોડુંક પણ હેવી કામ કે કસરત કરે તો એનાથી શરીરમાં લેકિટક એસિડ વધુ જમા થાય છે. બ્લડ-શુગર વધુ રહેતી હોવાને કારણે આ એસિડ સરળતાથોી લોહીમાં જઇને કિડની વાટે ગળાઇ જતો નથી. એને કારણે તેઓ પૂરતી કસરત કરી શકતી નથી.

(2:25 pm IST)