Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ગાલ પર વટાણા જેવડા મસામાંથી થઇ ગઇ ડબલ માથાની સાઇઝની ટયુમર

જાકાર્તા તા.ર૩ :  ફિલિપીન્સના ઇલિગન શહેરમાં રહેતાં ટેરેસિટા બ્રિઓનેસ નામનાં ૭૯ માજીને છ વર્ષ પહેલાં જમણા ગાલે એક વટાણા જેવડો મસો નીકળયો હતો. ખાસ્સા મહિના  એ જ સાઇઝમાં રહયા પછી અચાનક એની સાઇઝ વધવા લાગી. એક જ વર્ષમાં એની સાઇઝ ટેનિસ-બોલ જેટલી થઇ ગઇ. ડોકટરોનું કહેવુ હતું કે સર્જરી કરીને આ ઉપસેલો ભાગ કાઢી શકાય એમ છે. પરંતુ માજીને એનો બહુ જ ડર લાગે છે. ટેનિસ-બોલ સાઇઝની ગાંઠ છેલ્લાં પાંચ વર્ષમાં એટલી વિકસી છે કે એ બે ફુટબોલ જેવડી મોટી છે, અલબત, એનો આકાર અનિયમિત છે એટલે એને લઇને દિવસે હરવા-ફરવાનું હોય કે રાતે સૂવાનું, બન્ને અકળાવનારૂં હોય છે.

હવે આ ટયુમર એટલી મોટી થઇ ગઇ છે કે સર્જરી જોખમકારક છે. ઇલિગન શહેરના ડોકટરોનું કહેવું છે કે હવે કશું જ ન થઇ શકે. હવે ખાવા-પીવાથી માંડીને પાણી ગળવામાં પણ માજીને તકલીફ પડી રહી છે. વિટંબણાની વાત એ છે કે હજીયે આ ગાંઠ વધવાનું બંધ થવાનું નામ નથી લેતી. ઇન ફેકટ, છેલ્લાં ત્રણ વર્ષમાં એની સાઇઝમાં ખૂબ ઝડપથી ઘરખમ વધારો થઇ રહયો છે.  માજીના મૂળ માથા કરતાં બમણી સાઇઝની ગાંઠ ગાલ પર લટકે છે. એનાથી કંટાળીયા વિના માજી હજીયે પોતાની રોજીંદી ક્રિયાઓ પોતાની મેળે કરે છે.

(2:23 pm IST)