Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

પત્નીને લિફટ આપવાના પૈસા માગતો હતો પતિ, કંટાળીને પત્નીએ લીધા છૂટાછેડા

વિચિત્ર બાબતે કપલ થયા અલગ

દુબઇ તા. ૨૩ : પતિ-પત્નીને ઝઘડો કરવા માટે કોઈ મોટા કારણની જરૂર નથી હોતી. ઘણીવાર નાની નાની વાતોમાં પણ કપલમાં લડાઈ થઈ જતી હોય છે, જોકે લડાઈ બાદ થોડીવારમાં બધુ નોર્મલ પણ થઈ જાય છે. જોકે દુબઈમાં એક વિચિત્ર કિસ્સો બન્યો, જેમાં કપલે પૈસાના કારણે ડિવોર્સ લીધા.

હકીકતમાં મહિલાનો પતિ તેને જેટલી વાર કામ પર લેવા આવતો તેના દરેક વખતે ૮૫૦૦ રૂપિયાનો ચાર્જ વસૂલતો હતો, જેના કારણે મહિલાએ ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો. આ ઘરની એકમાત્ર કમાનાર વ્યકિત મહિલા જ હતી, જે ઘરના બધા બિલ્સ ભરતી હતી. જયારે તેનો પતિ બેરોજગાર હતો.

દુબઈના એક ન્યૂઝપેપર અનુસાર, મહિલા પાસે પોતાની કાર નહોતી, આથી તે કામ પછી ઘરે આવવા માટે પતિ પાસે લિફટ માગવા મજબૂર હતી. જોકે તેને ચોંકાવતા પતિએ તેને લેવા આવવાના પૈસા માંગ્યા. પહેલી વખત તો મહિલાએ પૈસા ચૂકવી દીધા. પરંતુ બાદમાં દરેક વખતે પતિ ૮૫૦૦ રૂપિયાની માગણી કરતો. જેથી તેનું મન દુખી થઈ ગયું હતું.

આ મામલે પતિએ પત્નીને કહ્યું કે, કાર ચલાવવામાં જે સમય બગડે છે તે તેના મિત્રોથી તેને દૂર રાખે છે. આ બાદ મહિલાએ પતિ પાસે મદદ માગવાનું બંધ કરી દીધું અને છેલ્લા મહિને ડિવોર્સ માટેની અરજી આપી દીધી.

(11:18 am IST)