Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

યમનમાં હાઉતી વિદ્રોહીઓના મિસાઈલ હુમલામાં બેના મૃત્યુ

નવી દિલ્હી: યમનના મારીબ પ્રાંતમાં બુધવારના રોજ હાઉતી વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવેલ મિસાઈલ હુમલામાં બે લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. સરકારી સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મારીબ પ્રાંતના અલ-રાવધાહ પડોસમાં એક નાગરિકના ઘરમાં હુમલો કરવામાં આવ્યો હતો.આ હુમલામાં એક મહિલા અને એક બાળકનું મૃત્યુ નીપજ્યું છે તેમજ અન્ય 6ને ગંભીર રીતે ઇજા પહોંચી છે. જેમાં વધારે બાળકોનો સમાવેશ થઇ રહ્યો છે. હુમલામાં ઘર સંપૂર્ણ રીતે નષ્ટ થઇ ગયું છે. હાઉતી સમુહદ્વારા હજુ સુધી આ હુમલાની જવાબદારી લેવામાં આવી નથી એક અઠવાડિયાની અંદર આ બીજો હુમલો થયો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.  

 

(6:13 pm IST)