Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

વિરોધની અનોખી રીત: દીવાલ પર 144 જોડી ચપ્પલની જોડી લટકાવી દીધી

નવી દિલ્હી: દુનિયાઆખીમાં લોકો અનોખા  કામ કરતા જ રહે છે. જેનાથી તે દુનિયામાં અલગ ઓળખ બનાવી શકે કોઈ પોતાની માંગ પૂર્ણ કરવા માટે અનોખી રીત અપનાવતા હોય છે તો કોઈ પોતાનો વિરોધ કરવા માટે અનોખી કામગીરી કરતા હોય છે. થોડા દિવસ પહેલા જ તુર્કીમાં એક એવી જ ઘટના પ્રદર્શનની બની છે. જેને સહુ કોઈનું ધ્યાન પોતાના તરફ ખેંચાવી દીધું છે.

મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તુર્કીમાં એક પ્રદર્શનકારીએ પોતાની અનોખી કલાના મદદથી લોકોનું ધ્યાન પોતાની  તરફ ખેંચી લીધું છે. તુર્કીએ કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી તેમના ચપ્પલ ઘરની બહાર રાખવાની પરંપરા છે. તુર્કીણ કલાકાર વાહત ટ્યૂનાએ ચપ્પલ બહાર રાખવાની પરંપરાનો ઉપયોગ કરતા વિરોધ સ્વરૂપે ઉંચી  દીવાલ પર 440 જોડી ચપ્પલ ટાંગી દીધા છે.

(6:08 pm IST)