Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

દક્ષિણી ઈરાનમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ઇરાનના દક્ષિણમાં આવેલ સારગાજ વિસ્તારમાં બુધવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. રિક્ટર પૈમાના પર તેમની તીવ્રતા 5.2ની આંકવામાં આવી છે. ઇરાનના સિસ્મોલોજિકલ સેંટર દ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. દક્ષિણી પ્રાંત હોમોજગ્નમાં સ્થાનિક સમયાનુસાર રાત્રે 10વાગ્યાને 53 મિનિટની આસપાસ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા.

સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર 28.063 ડિગ્રી ઉતરી અક્ષાંશ અને 56.866 ડિગ્રી પૂર્વી દેશાંતરમાં જમીનથી 21 કિલોમીટર નીચે હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:07 pm IST)