Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

યમનમાં સૈન્ય શિબિરમાં મસ્જિદ પર ડ્રોનથી હુમલો: 100 સૈનિકોના મૃત્યુથી અરેરાટી: 150 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:યમનના મારિબમાં સૈન્ય શિબિરમાં એક મસ્જિદ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં 100થી વધુ સૈનિકોના મોત થયા છે જ્યારે 150થી વધુ ઘાયલ થયા છે. આ ઘટના માટે હૂતી વિદ્રોહિયો પર આક્ષેપ કરવામાં આવ્યો છે. ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહિયો અને સાઉદી અરબના નેતૃત્વવાળા સૈન્ય ગઠબંધન સમર્થિત યમન સરકાર વચ્ચે ચાલતા યુદ્ધમાં કેટલાક મહિનાઓથી શાંતિ હતી. પરંતુ શનિવારએ અચાનક આ હુમલો કરવામાં આવ્યો હતો.

(6:04 pm IST)