Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

લઘુમતી પરના અત્યાચાર સહીત મળતી ધમકીના કારણોસર પાકિસ્તાનથી ભાગવા માટે મજબુર બન્યા શીખ સમુદાયના આગેવાન

નવી દિલ્હી:પાકિસ્તાનમાં લઘુમતીઓ પરના અત્યાચારોનો સિલસિલો ચાલુ જ છે. ભારતમાં નાગરિકતા કાનૂનનો વિરોધ કરી રહેલા તત્વો આ વાતને ભલે નજર અંદાજ કરી રહ્યા હોય પણ એક પછી એક ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. આ પ્રકારના એક લેટેસ્ટ કિસ્સામાં પાકિસ્તાનના શિખ સમુદાયના આગેવાન રાધેશ સિંહ ટોનીને સતત મળી રહેલી ધમકીઓના કારણે પાકિસ્તાનથી ભાગવા મજબૂર બન્યા છે.

ટોનીએ પોતે બુધવારે એક ટ્વિટર એકાઉન્ટ પરથી એક વિડિયોમાં નિવેદન આપતા કહ્યુ હતુ કે, શિખ સમુદાયને મારી અપીલ છે કે મને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે મદદ કરે. મારા પરિવારનુ ભવિષ્ય પણ ખતરામાં છે. હું મારા પરિવારને સુરક્ષિત જોવા માંગુ છું. મને પાકિસ્તાનથી એવા ફોન આવી રહ્યા છે જે હું ઉઠાવી રહ્યો નથી. મને તેઓ પરેશાન કરી રહ્યા છે. મને મદદ કરો.

(6:04 pm IST)