Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

દિકરીના પતિ સાથે સાસુને પ્રેમ થઇ ગયો, હવે જમાઇના સંતાનને પણ જન્મ આપશે

લંડન તા. ૨૩ : દીકરીને મનગમતો મુરતિયો મળે અને લગ્ન પછી દીકરી સુખી રહે એ માટે માતા કંઈ પણ કરે છે, પરંતુ લંડનમાં રહેતી એક મા-દીકરીના જીવનમાં કંઈક અવળું જ બન્યું છે. વાત એમ છે કે ૩૪ વર્ષની લોરેન પોતાની પસંદગીના યુવક પોલ વાઇટ સાથે બે વર્ષથી અલગ રહેતી હતી અને તેને એક સંતાન પણ હતું. જોકે મમ્મીની મંજૂરીથી તેણે પોલ સાથે લગ્ન કર્યાં. આ લગ્ન સમારંભમાં લોરેનની મમ્મીએ સારોએવો ખર્ચ પણ કર્યો હતો. માતાના પ્રેમ અને લાગણીના પ્રતિસાદરૂપે યુગલ જુલીને પણ પોતાની સાથે હનીમૂનમાં લઈ ગયું હતું. જોકે હનીમૂનથી પાછા ફર્યા બાદ પોલનો વ્યવહાર તદ્દન બદલાઈ ગયો હતો. એ પછી થોડા સમય માટે પોલ અને તેની મમ્મી બન્ને ગાયબ થઈ ગયાં અને તેઓ બન્ને એકસાથે જ રહે છે એવી ખબર પડી. આ વાતની જાણ લોરેનની બહેનને તેની મમ્મી જુલીના ફોનમાં જુલી અને પોલ વચ્ચેના મેસેજિસ જોયા બાદ થઈ. બન્ને વચ્ચેના સંબંધ જાહેર થતાં પોલ અને જુલીએ બાઅદબ સાથે રહેવા માંડ્યું અને જુલી પોલના બાળકની માતા પણ બનવાની છે એ વાતનો સ્વીકાર કરી લીધો.

હવે લોરેન પતિથી છૂટાછેડા લઈને પોતાની દીકરીના ઉછેર માટે સજ્જ થઈ રહી છે. લોરેનને દુઃખ એ વાતનું છે કે તેણે જે બે વ્યકિતને સૌથી વધુ પ્રેમ કર્યો હતો તેઓ જ તેના દુઃખનું કારણ બન્યાં છે. સામાન્યપણે દીકરી પર પડતાં તમામ દુઃખ સામે માતા ઢાલ બનતી હોય છે, પણ લોરેનના કેસમાં તેની માતા જ તેના દુઃખનું કારણ બની છે.

(3:42 pm IST)