Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

બાંગ્લાદેશનો 'ટ્રીમેન'... હાથમાં ઉગે છે ઝાડ

બાંગ્લાદેશના ૨૮ વર્ષના યુવાનને અજબગજબની બિમારી છે. તેને જે બિમારી છે તે વિશ્વમા કુલ ૬ લોકો છે. તેના હાથ ઉપર ઝાડ ઉગે છે. અત્યાર સુધીમાં તેણે ૨૫ વખત સર્જરી કરાવી છે. તેના હાથમાં ઉગેલી ઝાડ જેવી આકૃતિ એટલી મોટી થઈ ગઈ છે કે તે દૈનિક ક્રિયા પણ કરી શકતો નથી. તેને ટ્રીમેન તરીકે લોકો ઓળખવા લાગ્યા છે. આ બિમારીને એપિડરમોડયાસપલાસીયા વેરૂસીફોર્મીસ કહેવાય છે. જે દુનિયાની અજબની બિમારી છે. તેની બિમારીએ વિશ્વભરના ડોકટરોને ચોંકાવી દીધા છે. હવે ફરીથી તેનુ ઓપરેશન કરવાનુ છે. ૨૦૧૬થી અત્યાર સુધીમાં ૨૫ વખત તેણે સર્જરી કરાવી છે. આ યુવાનનું નામ અબુલ બાજુંદર છે.(૨-૯)

(11:37 am IST)