Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

ભલે ના ભાવે રીંગણા પણ, ફાયદા અઢળક આપે છે શરીરને

ભારતમાં પ્રાચીન કાળથી રીંગણા વવાય છે અને સર્વત્ર થાય છે. એની લોકપ્રિયતા, સ્વાદ અને ગુણ શિયાળા પૂરતાં જ છે તેથી રીંગણાને શિયાળુ શાકના રાજા તરીકે ઓળખવામાં આવે છે. ઉનાળો આવતાં તેનો સ્વાદ બદલાય છે અને તે ગરમ લાગવા માંડે છે.

વર્ષમાં તેના શિયાળુ અને ઉનાળુ એમ બે પાક લેવાય છે. તેના છોડ બે-અઢી ફુટ ઊંચા વધે છે અને તેને કાંટા હોય છે.

કુમળાં રીંગણાનું શેકી, મધમાં મેળવી, સાંજે તેને ખાવાથી ઉંધ સારી આવે છે. આ પ્રયોગ થોડા દિવસ ચાલુ રાખવાથી  તમાને રાત્રે સારી ઉંધ આવશેે.

રીંગણાનું શાક, સૂપ, હિંગ અને લસણ સાથે લેવાથી પેટનું વાયુ મટે છે.

રીંગણાને શેકી, તેમાં સાજી મેળવી, પેટ ઉપર બાંધવાથી પેટની તકલીફોમાં આરામ મળે છે.

રીંગણા ગરમ હોવાથી ઉનાળામાં ત્યાજ્ય છે. રીગણાાનું વધુ પડતું સેવન પેટમાં ગરમી વધારે છે અને વધુ પ્રમાણમાં મસાલાથી આંખોમાં બળતરા થાય છે.

વૈજ્ઞાનિક મત પ્રમાણે રીંગણામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને બીજા કેટલાય ત્તવો તેમાં હોય છેે. તેમાં વિટામીન-એ, વિટામીન-બી, વિટામીન-સી પણ હોય છે.

 

(9:29 am IST)