Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

પનીરના આ ફાયદા જાણીને તો નહિં ભાવતું હોય તો પણ ખાવા લાગશો

દૂધમાંથી બનતું પનીર આમ તો ભાગ્ય જ કોઈ એવું હશે જેને નહિં ભાવતું હોય. પનીરનો ઉપયોગ ફકત શાક બનાવવામાં જ નહિં પરંતુ સલાડ તરીકે પણ યુઝ કરવામાં આવે છે. પનીર દૂધ જેટલું જ પૌષ્ટીક હોવાનું માનવામાં આવે છે. પનીર આપણા આરોગ્ય માટે જુદી જુદી અનેક રીતે લાભકારી છે.

દાંતને બનાવે મજબૂત- દાંતને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ ખૂબ જરૂરી છે. જ્યારે પનીરમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. તો દૂધની અપેક્ષાએ દાંતને નુકસાન કરતા લેકટોસની માત્રા પણ ખૂબ ઓછી હોય છે. તેમજ પનીરના કારણે મોંઢામાં લાળ ગ્રેંથ એકિટવ થાય છે જે દાંતો પર રહેલા એસિડ અને શર્કરાને દૂર કરે છે. જેથી દાંતનું આરોગ્ય સુધરે છે.

તનાવ કરે છે ઓછો- જો તમજે રાતે ઊંધ ન આવતી હોય અથવા તમે તનાવગ્રસ્ત રહેતા હોવ તો સૂતા પહેલા પનીરનું સેવન કરો. આમ કરવાથી રાતે સારી ઊંધ આવશે. આવું એટલા માટે થાય છે કે પનીરમાં ટ્રિપ્ટોફન એમિનો એસિડ મળે  જે તનાવ ઓછો કરે છે અને બોડીને રીલેકસ કરે છે.

હાડકાને કરે છે મજબૂત- પનીરમાં રહેલું કેલ્શિયમ તમારા શરીરના હાડકાને મજબૂત કરે છે. ઉપરાંત પનીરમાં વિટામીન-એ, ફોસ્ફેરસ અને જિંક પણ મળે છે. સાથે જ તેમાં વિટામીન-બી પણ મળે છે. જે શરીરને કેલ્શિયમ પ્રદાન કરે છે, ખાસ કરીને બાળકો, ગર્ભવતી મહિલાઓ અને મોટી ઉંમરના લોકોએ પોતાના હાડકા મજબૂત કરવા માટે પનીરનું ખાસ કરવું જોઈએ.

(9:29 am IST)