Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

કસતર કે વ્યાયામ કરવા પહેલા તેનુ મહત્વ જાણી લો...

બેઠાડુ જીવન જીવનારા લોકોમાં હૃદરયરોગનું પ્રમાણ અન્ય લોકો કરતાં ત્રણગણું વધારે હોય છે એ હકીકત છે. નિયમિત શારીરિક શ્રમ કરનારાઓમાં હૃદયરોગનું પ્રમાણ ઓછુ જણાયું છે.

માનવીને દોડવા ઉપરાંત અન્ય ઘણી પ્રવૃત્તિઓ કરવાની હોય છે. ખરી રીતે તો હૃદયરોગથી બચવા કલાકો સુધી દોડવું જરૂરી પણ નથી.  પ્રયોગો દ્વારા જણાયું છે કે દર બીજા દિવસે માત્ર અડધો જ કલાક યોગ્ય કસરતો કરવામાં આવે તો હૃદયરોગમાં આરામ મળે છે અને હૃદયરોગના હુમલાની શકયતા ઓછી થાય છે જો તમે નિયમિત યોગ્ય કસરત કરો તો.

ઘણા લોકો કસરતનું મહત્ત્વ સમજતા  હોય છે ખરા પણ હૃદયને ખરેખર કેવા પ્રકારની કસરતોથી લાભ થાય એ જાણતા હોતા નથી.

મૂળભૂત રીતે, કસરતો ત્રણ રીતે લાભ કરી શકે :

 સ્નાયુઓના કદ અને બળમાં વૃદ્ધિ થાય

 કોઈ ચોક્કસ કાર્ય કે રમતમાં નિપુણતાનો વિકાસ થાય.

 કોઈ સ્નાયુ કે અવયવની સહનશકિત અને કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાય.

કોઈ એક કસરત દ્વારા ઉપર નિર્દેશિત ત્રણેય લાભો સરખા પ્રમાણમાં પ્રાપ્ત થતા નથી. કોઈ એક કસરત સ્નાયુઓના કદમાં વધારો કરે પણ સામાન્ય સહનશકિતમાં વધારો ન કરે. કોઈ અન્ય કસરત દ્વારા સહનશકિતમાં વધારો થાય પણ ચોક્કસ સ્નાયુઓના કદમાં વૃદ્ધિ ન પણ થાય.

પ્રથમ ૫-૧૦ મિનિટ એટલી જ પ્રવૃતિ કરો કે તમારા હૃદયના ધબકારા વધીને પ્રાથમિક ક્ષેત્રમાં પહોંચે. આ સમય દરમિયાન તમારા સ્નાયુ છૂટા થાય છે, તેમનામાં ગરમાવો આવે છે અને રકતવાહિનીઓ પહોળી થવા લાગે છે.

ત્યારપછીની ૧૫-૨૦ મિનિટ પ્રવૃત્તિની ઝડપ વધારો, જેથી ધબકારા વધીને લક્ષ્યાંક ક્ષેત્રમાં પહોંચી જાય.

કસરતો કર્યા પછી ગરમ પાણીનું સ્નાન લેવુ નહિં. ઠડાં પાણીથી સ્નાન કરવું.

કસરત શરૂ કર્યાના બે મહિના પછી, સવારે પથારીમાંથી ઊભા થતાં પહેલાં તમારા ધબકારા ફરી ગણો અને તેને બે મહિના અગાઉની સંખ્યા સાથે સરખાવો. ધબકારાની ગતિમાં ઘટાડો થયેલો જણાશે. હૃદરની કાર્યક્ષમતા વધી હોવાને આ નિર્ણાયક પુરાવે છે.

(9:28 am IST)