Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ઇન્ડોનેશિયામાં 6.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા

નવી દિલ્હી: ઇન્ડોનેશિયાના જાવા આઇસલેન્ડ પર ભૂકંપના તેજ ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે.એના કારણે લોકોમાં ભય ફેલાઈ ગયો છે અને તે ઘરમાંથી બહાર નીકળી ગયા છે.ભૂકંપનું મુખ્ય કેન્દ્ર દક્ષિણ-પશ્ચિમ જકાર્તા હોવાનું જાણવા મળી રહ્યું છે.તેમજ ભૂકંપની તીવ્રતા 6.4ની આંકવામાં આવી છે.હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા.પરંતુ ભૂકંપના ઝટકા એટલા તીવ્ર હતા કે લોકો ભયભીત બની ચુક્યા હતા.

(6:20 pm IST)