Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

જૈનબ રેપ-હત્યા કેસમાં આરોપીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી: પાકિસ્તાનના પંજાબમાં 7 વર્ષીય બાળકી જૈનબના અપહરણ તથા બળાત્કારના કેસમાં આરોપીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે સ્થાનિક મીડિયા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે આરોપીઓએ જૈબની ઘટના સિવાય પણ અન્ય ઘણી બધી કબૂલાત કરી છે.આ આરોપીએ જણાવ્યું કે તેમને તેના પીરના કહેવા પ્રમાણે આ કાર્ય કર્યું હતું અને તેમને જૈનબનું અપહરણ કરી ત્યારબાદ તેમની પર બળાત્કાર ગુજરી તેમને મોતનેઘાટ ઉતારી દીધી હતી.બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:21 pm IST)