Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

પાકિસ્તાનમાં 27 એનજીઓ બંધ કરવાનો આદેશ

નવી દિલ્હી: પાકિસ્તાન સરકારે ગેરકાયદેસર રીતે કામ કરતી 27 આંતરરાષ્ટ્રીય ગેર સરકારી સંઘઠનનો એનજીઓને કામકાજ ન કરવાનો આદેશ આપ્યો છે. આગામી ત્રણ મહિલામાં આ તમામ એનજીઓએ પોતાના બધા જ કામ બંધ કરી એવાનો સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. આ એનજીઓમાં એક્શન એસ, વર્લ્ડ વિજન,પ્લાન ઇન્ટરનેશનલ, ટ્રોકૅયર, પોરથ ફાઈન્ડર ઇન્ટરનેશનલ,ડેનિશ રિફ્યૂજી કોસીલ, જોર્જ સોરોસ, ઓપન સોસાયટી ફાઉન્ડેશન, ઓક્સફાર્મ નોવીબા અને મેરી સ્તોપ્સનો સમાવેશ થાય છે.

(7:58 pm IST)