Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

લીલાં શાકભાજીનું સેલડ રોજ ખાશો તો મગજથી ૧૧ વર્ષ યંગ રહેશો

નવી દિલ્હી તા. રર :.. રોજ એક બોલ ભરીને ઘાસફુસ ખાવાની આદત રાખવાથી પેટ તો સાફ રહેશે જ, સાથે મગજ પણ યંગ રહેશે. અમેરિકાની રૂશ યુનિવર્સિટીના અભ્યાસકર્તાઓનું કહેવું છે કે દૈનિક ભોજનમાં એક બોલ ભરીને વૈવિધ્યપૂર્ણ ગ્રીન વેજિટેબલ્સ લેવામાં આવે તો એનાથી ઉંમરને કારણે મગજને થતો ઘસારો ધીમો થાય છે તથા યાદશકિત, વિશ્લેષણશકિત અને સ્મૃતિશકિત ક્ષીણ થવાની ગતિ ધીમી પડી જાય છે. નિયમિત અને લાંબા ગાળાના ગ્રીન વેજિટેબલ્સના સેવનથી મગજનો ઘસારો એટલો ધીમો પડેછે કે મગજ શરીરની વાસ્તવીક ઉમર કરતાં લગભગ ૧૧ વર્ષ જેટલું યંગ રહે છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે એક વાર મગજની ક્ષમતાઓ ક્ષીણ થવાનું શરૂ થઇ ગયું હોય તો પણ સેલડની આદત લાંબા ગાળે ફાયદો કરે છે. સ્ટડી દરમ્યાન નિષ્ણાતોએ એવરેજ ૮૧ વર્ષની વયના ૯૬૦ લોકોનો અભ્યાસ કર્યો હતો. આ લોકોને  ચિત્તભ્રાંતિ કે યાદશકિત ક્ષીણ થવાની કોઇ તકલીફ નહોતી. લગભગ સાડા ચાર વર્ષ સુધી તેમના મગજના સ્વાસ્થ્યનો અભ્યાસ કરીને નિષ્ણાતોએ નોંધ્યું હતું કે જે લોકોએ સેલડમાં પાલક, કેલ અને લેટસ જેવાં ગ્રીન પાનવાળી ભાજીઓ ખાવાની  આદત રાખી છે તેમના મગજની વિચારવાની ક્ષમતામાં દર વર્ષે સૌથી ઓછો  ઘટાડો થાય છે.

આ જ અભ્યાસમાં દસ વર્ષ પછી જયારે  પાર્ટીસીપન્ટસના  મગજની ક્ષમતા નોંધવામાં આવી ત્યારે પણ ગ્રીન પાનવાળા શાકભાજી  ખાનારા લોકોમાં મગજની ક્ષમતામાં ઉમરની સરખામણીએ ખૂબ જ ઓછો ઘટાડો થયો હતો. ઓવરઓલ તેમના મગજની ક્ષમતા તેમની ઉમર કરતાં ૧૧ વર્ષ નાના લોકો જેટલી હતી.

(9:56 am IST)