Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd November 2023

શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે ખાવો આ પરંપરાગત બનતી વાનગીઓ

નવી દિલ્હી: લોકો શિયાળાની સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. આ સીઝનમાં ભોજનની ક્રેવિંગ વધી જાય છે. જોકે આ સીઝનમાં ઘણા પ્રકારની બીમારીઓનો સામનો પણ કરવો પડે છે. શિયાળામાં પોતાને ફિટ રાખવા માટે ખાણીપીણીમાં પરિવર્તન કરી શકો છો. આ સિવાય ઠંડીથી બચવા માટે ગરમ કપડા પણ પહેરવા જરૂરી છે. શિયાળાની ડાયટમાં તમારે અમુક ફૂડ જરૂર સામેલ કરવા જોઈએ, જે આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે અને આ સ્વાદથી ભરપૂર હોય છે. ગાજરના હલવાથી લઈને સરસવના શાક-મકાઈના રોટલા, આ ન માત્ર સ્વાદિષ્ટ ભોજન છે પરંતુ જરૂરી પોષક તત્વોથી પણ ભરપૂર છે.
શિયાળામાં લોકો ગાજરનો હલવો ખાવાનું ખૂબ પસંદ કરે છે. આ આરોગ્ય માટે પણ ખૂબ લાભદાયી હોય છે. આ તમારા શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. આને ખાવાથી ઈમ્યૂનિટી વધે છે. જેનાથી તમે ઘણા પ્રકારના સંક્રમણથી બચી શકો છો. આને બનાવવા માટે ક્રશ કરેલા ગાજરને ગરમ ઘી માં શેકી લો, તેમાં દળેલી ખાંડ અને દૂધ મિલાવો. આ મિશ્રણને સારી રીતે રાંધો. જ્યારે આ બની જાય તો ગેસ બંધ કરી દો. ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિંશ કરો અને તેની મજા માણો.
પોષક તત્વોથી ભરપૂર સરસવનું શાક આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. શિયાળાની સીઝનમાં સ્વસ્થ રહેવા માટે પોતાની ડાયટમાં સરસવનું શાક જરૂર સામેલ કરો. આ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. આમાં વિટામિન-એ, વિટામિન-સી અને વિટામિન-કે પૂરતા પ્રમાણમાં હોય છે. સરસવનું શાક ખાવાથી હાડકાઓ મજબૂત રહે છે. આ સિવાય હૃદયનું આરોગ્ય પણ સારુ રહે છે.
પોષક તત્વોથી ભરપૂર મેથીના પાન આરોગ્યનો ખજાનો છે. આ પાન શિયાળામાં તમને ઘણી બીમારીઓથી બચાવે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો આને પોતાની ડાયટમાં સામેલ કરો. તમે ભોજનમાં આ પાનનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. પરાઠા, શાકમાં મેથીના પાનનો ઉપયોગ કરી શકાય છે.
શિયાળામાં તલ આરોગ્ય માટે ગુણકારી હોય છે. આ શરીરને ગરમ રાખવાની સાથે તમને ઘણી બીમારીઓથી બચાવે છે. તમે તલથી ઘરે સ્વાદિષ્ટ લાડવા બનાવી શકો છો, આ ભોજનમાં પણ ખૂબ ટેસ્ટી હોય છે.
પાલક આરોગ્યનો ખજાનો છે, આયર્નથી ભરપૂર હોય છે. શિયાળામાં તમે તેનો ઉપયોગ કરીને ઘણા પ્રકારની ડિશ બનાવી શકો છો. લીલા પાલકના પાનનો ઉપયોગ પૂરી, પનીર, શાકભાજી કે પરાઠામાં કરી શકો છો. જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

 

(6:17 pm IST)