Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

હાથ પર વધારે પડતું લોશન લગાવનાર લોકો થઇ જજો સાવધાન: ચીનમાં યુવતીને વધારે લોશન લગાવવાથી હાડકા નબળા થયા

નવી દિલ્હી: ચામડીને ધૂળ અને તડકાથી બચાવવા માટે મોટા ભાગના લોકો ચેહરા પર સનસ્ક્રીન લોશન લગાવતા હોય છે. સનસ્ક્રીન લોશન સૂરજના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આપણી ચામડીને સુરક્ષિત કરતું હોય છે. ખાસ કરીને ઉનાળામાં લોકો સનસક્રીન લોશન લગાવ્યા વગર ઘરની બહાર પણ નથી નિકળતા. પરંતુ જેમ અતિની ગતિ હોય તેમ વધારે પડતું સનસ્ક્રીન લોશન પણ ઘણી વખત ખતરનાક સાબિત થઈ શકે છે.

                               ચીનમાં આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં વધારે પડતું સનસક્રીન લોશન લગાવવાના કારણે ધીરે-ધીરે યુવતીના હાડકાઓ નબળા થઈ ગયા અને આખરે તૂટી ગયા. ચીનના ઝેજિયાંગમાં 20 વર્ષની જિયાઓ માઓને નિયમિત રીતે સનસક્રીન લોશન લગાવવાની આદત હતીહદથી વધારે સનસક્રીન લોશન લગાવવાના કારણે માઓના હાડકાઓ ધીરે-ધીરે નબળા થઈ રહ્યા હતા.

(6:28 pm IST)