Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

કરાંચીમાં આ શખ્સે 24 વર્ષની અંદર કરી 96 હત્યા:66 મૃતદેહને કર્યા સગેવગે: ધરપકડ થતા રાઝ ખુલ્યું

નવી દિલ્હી: શું કોઈ થેલાવાળો 24 વર્ષની અંદર 96 લોકોની હત્યા કરી શકે છે. સાંભળવામાં જરૂર અજુગતું લાગે પરંતુ સત્ય છે પાકિસ્તાનના કરાંચીમાં એંટી સ્ટ્રીટ ક્રાઇમ અને સોલ્જર બજારમાં પોલીસે બુધવારના રોજ  એક એવા આરોપીની ધરપકડ કરી છે જેમાં માત્ર 24 વર્ષની અંદર 96 લોકોની હત્યા કરી છે. પોલીસે   શખ્સની ધરપકડ કરતા તેમના કામનો ભાંડો ફૂટ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે

(6:26 pm IST)
  • મહારાષ્ટ્રમાં મહામંત્રણા અંતિમ તબક્કામાં : મહારાષ્ટ્રમાં સરકાર રચવા અત્યારે સાંજે ૫ વાગ્યે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહત્વની અંતિમ બેઠક ચાલી રહી છે : સાંજે મોડેથી સરકાર રચવા દાવો કરવામાં આવશે તેમ જાણવા મળે છે access_time 5:23 pm IST

  • સ્કૂલે જતા 10 બાળકોમાંથી 1 ને ડાયાબિટીસ : સુગર, ચોકલેટ, તથા મીઠાઈ તથા જંક ફુડનું અધિક સેવન અને શ્રમનો અભાવ જવાબદાર : સ્વાસ્થ્ય મંત્રાલયનો સર્વે access_time 11:58 am IST

  • શિવસેનાની કિશોરી પેડનેકર બની નવી મેયરઃ ડે.મેયર પદ પણ શિવસેનાનેઃ સૌથી અમીર મ્યુ. કોર્પો. છેઃ ર૦૧૯-ર૦ નું રૂ. ૩૦૬૯ર કરોડનું બીએમસીનું બજેટ છેઃ ભાજપ સામે મેયરપદ માટે જોરદાર મુકાબલો થયો હતો access_time 3:51 pm IST