Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ઓએમજી.....અચાનક રસ્તા પર થયેલ ખાડામાં ઉતરી ગઈ કાર

નવી દિલ્હી: ભારત નહીં પરંતુ દુનિયાના બીજા પણ વિસ્તારમાં રસ્તા તૂટી જવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે અને ઘણીવાર એવી બધી દુર્ઘટના પણ સર્જાતી હોય છે કે તેને જોઈને લોકોના હોશ ઉડી જાય તેમ છે. થોડા દિવસ પહેલા બ્રાઝીલમાં એવી ઘટના બની છે જેને લઈને સહુ કોઈને અચરજ થઇ જાય તેમ છે.

              મળતી માહિતી મુઅજ્બ જાણવામાં આવી રહ્યું છે કે એક શખ્સ રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો અને તે સમયે અચાનક રસ્તા પર ખાડો પડી જતા કાર આખી ખાડાની અંદર ઘુસી જવાની ઘટનામાં ડ્રાઈવરને નાક પર ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે  ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:23 pm IST)