Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ઇરાકમાં વિરોધ પ્રદર્શનોમાં 9 મોતને ભેટ્યા: 135 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ઇરાકમાં રાષ્ટ્રવ્યાપી સરકાર વિરોધી પ્રદર્શનો દરમ્યાન ગયા અઠવાડિયાથી ચાલી રહેલ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 9 લોકો મોતને ભેટ્યા છે તેમજ 135ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. માનવાધિકારો માટે ઈરાકી ઉચ્ચાયોગે શુક્રવારના રોજ વાતની માહિતી આપી છે.

             વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબરમાં લોકોએ સરકારની માંગ સાથે આર્થિક સુધારા,રહેવા માટેની સારી સુવિધા તેમજ સામાજિક કલ્યાણ અને ભ્રસ્ટાચારને સમાપ્ત કરવા માટે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું દરમ્યાન અત્યારસુધીમાં 300 લોકો મોતને ભેટ્યા છે. તેમજ 1500થી વધુને ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:20 pm IST)
  • રાત્રે છત્તીસગઢમાં ભયંકર અકસ્માત : ચાર મહિલા સહીત આઠ લોકોના મોત : છત્તીસગઢના બેમેતરા જિલ્લાના મોહભટ્ટા પાસે કાર તળાવમાં ખાબકી : એક જ પરિવારના આઠ લોકોના કરૂણમોત : મોહતારાથી બેમેતરા જતી આઈ-20 કારના ચાલકે કાબુ ગુમાવતા ઊંડા તળાવમાં ખાબકી: ડૂબી જવાથી આઠ લોકોના મોત access_time 1:07 am IST

  • ઈન્દ્રનું સિંહાસન સોંપી દયે તો પણ ભાજપનો ભરોસો ન કરાય : શિવસેના પ્રવક્તા સંજય રાઉત : કોંગ્રેસ, NCP તથા શિવસેનાની યુતિ દ્વારા મહારાષ્ટ્રમાં શિવસેનાનો જ મુખ્યમંત્રી બનશે access_time 12:26 pm IST

  • મહારાષ્ટ્રમાં મહામંત્રણા અંતિમ તબક્કામાં : મહારાષ્ટ્રમાં સરકાર રચવા અત્યારે સાંજે ૫ વાગ્યે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહત્વની અંતિમ બેઠક ચાલી રહી છે : સાંજે મોડેથી સરકાર રચવા દાવો કરવામાં આવશે તેમ જાણવા મળે છે access_time 5:23 pm IST